માતાની નજર સામે 6 મહિનાની માસુમ બાળકી ટ્રેક્ટરની નીચે કચડાઈ ગઈ, બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…

Published on: 4:45 pm, Fri, 23 September 22

આજરોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં માત્ર 6 મહિનાની માસુમ બાળકીનું મૃત્યુ નીપજયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટના પુણ્યના રાજગુરુનગર વિસ્તારમાં આજરોજ બની હતી.

અહીં પુણે-નાસિક હાઇવે પર એક ઝડપી ટ્રેક્ટરે ઓવરટેક કરી રહેલી બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે છ મહિનાની બાળકી બાઇક પર પાછળ બેઠેલી માતાના ખોળામાંથી સરકીને રોડ પર પડી ગઈ હતી. ત્યારે ટ્રેક્ટરની પાછળ બાંધેલી ટ્રોલીનું પાછળનું ટાયર બાળકીની ઉપરથી પસાર થઈ ગયું હતું.

જેના કારણે માસુમ બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક ઝડપી ટ્રેકને બાઈક ચાલક ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે.

પરંતુ ટ્રેક્ટરની ટક્કરના કારણે બાઇક ચાલક પોતાનું સંતુલન ગુમાવે છે અને બાઈક સ્લીપ ખાઈ જાય છે. આ ઘટનામાં બાઈકમાં પાછળ બેઠેલી માતાના ખોળામાં બેઠેલી છ મહિનાની માસુમ બાળકી સરકીને રોડ પર નીચે પડી હતી. આ દરમિયાન ટ્રેક્ટરની પાછળ બાંધેલી ટ્રોલીનું પાછળનું ટાયર માસુમ બાળકીના શરીર ઉપરથી પસાર થઈ ગયું હતું.

જેના કારણે બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ માતા પોતાની બાળકીને તરત રોડ ઉપરથી ઉપાડી લે છે. પરંતુ બાળકીનું ત્યાં સુધીમાં તો મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ કેટલાક લોકો ટ્રેક્ટર ચાલકને પકડવા તેની પાછળ દોડે છે.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો