પ્રેમી પ્રેમિકાને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગયો, રસ્તામાં પ્રેમીએ કુહાડી વડે પ્રેમિકાનું જીવ લઈ લીધો… જાણો રસ્તામાં એવું તો શું થયું હશે…

Published on: 5:09 pm, Fri, 23 September 22

આજકાલ ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે. જે સાંભળીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી જ રીતે ઘટના સામે આવી છે. ગુરૂવાર ના રોજ પોલીસને એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું છે તેવી જાણકારી મળી હતી. ઘટનાની જાણ થયા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃત્યુ પામેલી યુવતીનું નામ દેવીકા હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. ગુરૂવારના રોજ બપોરે જોશપુર જિલ્લામાં દેવિકાનું મૃતદેહ મળી આવ્યું હતું. પોલીસે દેવિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. ઘટના સ્થળે પોલીસને એક ધારદાર વસ્તુ, એક સ્કુટી અને એક ગમછા મળ્યો હતો.

દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પરિવારના લોકોએ જણાવ્યું કે દેવિકા 23 વર્ષીય મનોજકુમાર નામના યુવકના પ્રેમ સંબંધમાં હતી. ત્યારબાદ પોલીસે મનોજની શોધખોળ શરૂ કરી હતી અને મનોજને કસ્ટડીમાં લીધો હતો. કસ્ટડીમાં કડક પૂછપરછ દરમિયાન મનોજે પોતાનો ગુનો કબૂલ્યો હતો.

મનોજે જણાવ્યું હતું કે અમારી બંને વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતા. જેના કારણે અમે બંને રાયપુરમાં રહેતા હતા. તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલી દેવિકા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હતી. મનોજે જણાવ્યું કે દેવિકા પહેલાની જેમ વાત નહોતી કરતી એટલે મને તેના ઉપર શંકા ગઈ હતી.

આરોપી મનોજે જણાવ્યું કે, તેને કોમ્પ્યુટરનો અભ્યાસ કર્યો છે. જેથી whatsapp કેવી રીતે હેક કરવું તે તેને આવડતું હતું. જેથી તેને દેવિકા નું whatsapp હેક કર્યું હતું. પછી તેને ખબર પડી કે દેવિકા કોઈ બીજા છોકરા સાથે વાત કરી રહી છે. આરોપીએ જણાવ્યું કે આ વાતની જાણ થતા જ મેં દેવિકાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.

પછી હું તેને શોપિંગના બહાને જશપુર લઈ ગયો હતો. રસ્તામાં શ્રીનદી પુલ પાસે મેં તેને રોકી અને પૂછ્યું કે તું કોની સાથે વાત કરે છે. ત્યારે તેને કોઈ પણ પ્રકારનો જવાબ ન આપ્યો તેથી મેં ધારદાર વસ્તુ વડે દેવિકા ઉપર પ્રહાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો શુક્રવારના રોજ ખુલાસો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો