ભરૂચમાં 21 વર્ષિય યુવકે નર્મદા નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું, યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…

Published on: 10:19 am, Mon, 18 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં લોકો પોતાના કોઈ અંગત કારણોસર અથવા તો કોઈ થી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે ભરૂચ તાલુકાના દશા ગામમાંથી ગુમ થયેલા 21 વર્ષના યુવકનું ગઈકાલે ગામના નદી કિનારેથી મૃતદેહ મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ ગામના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ પોલીસને કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.  સુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે, ‘હું પ્યાર મારી ગયું એટલે પોતાનું જીવન ટૂંકાવવા માગું છું’પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું. મૃત્યુ પામેલા યુવકની ઓળખ મેળવવા માટે સોશિયલ મિડિયામાં તેનો ફોટો મુકવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં 14 એપ્રિલના રોજ દિવીલ ગામનો 21 વર્ષીય ભારમલ વરસાવા ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતાં જ પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર જીવ ટૂંકાવનાર યુવક ઘરેથી નીકળતા પહેલા સુસાઇડ નોટ લખીને ગયો હતો. સુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે, મમ્મી પપ્પા હું નર્મદા નદીમાં જીવન ટૂંકાવવા જાવ છું, હું પ્રેમમાં હારી ગયો એટલે હું પોતાનું જીવન ટૂંકાવવા માગું છું. મને માફ કરી દેજો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભરૂચમાં 21 વર્ષિય યુવકે નર્મદા નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું, યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*