કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર : કેરીનું ઉત્પાદન ઓછું થવાના કારણે 10 કિલો કેસર કેરીનો ભાવ જાણીને, કેરી ખાવાનું નામ નહીં…

ગયા વર્ષે રાજ્યમાં આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સૌથી વધારે નુકસાન કેરીના પાકને થયું હતું. કેરીના પાકને નુકસાન થવાના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. આ કારણોસર ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ બે ગણા વધારે જોવા મળશે. જામનગરની બજારમાં કેસર કેરીનું આગમન એક મહિના મોડું થશે.

કેરીના ભાવ બે જણા થવાના કારણે મધ્યમ વર્ગના લોકો માટે મીઠી કેરી કડવી બની ગઈ છે. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં જ બજારમાં કેરીનું આગમન થઇ જતું હોય છે. પરંતુ આ વર્ષે કેરીનું આગમન મોડું થઈ શકે તેવી શક્યતાઓ છે. માર્કેટમાં હાલમાં રત્નાગીરી, બેંગલોર સહિતની કેરીઓ મળી રહે છે.

ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લગભગ આંબા માં આવેલા 60 ટકા મોર ખરી ગયા હતા. કેરીનું ઉત્પાદન ઓછું થવાના કારણે જામનગરની બજારમાં કેસર કેરીનું આગમન એક મહિના મોડું થશે. અલગ-અલગ કેરીના ભાવ ની વાત કરીએ તો, 1 કિલો રત્નાગીરી કેરીનો ભાવ 300 રૂપિયા ચાલી રહ્યો છે.

1 કિલો બેંગલોર કેરીનો ભાવ 150 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો લાલબાગ કેરીનો ભાવ 150 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો બદામ કેરીનો ભાવ 120 રૂપિયા ચાલી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ બમણા જોવા મળી છે. આ વર્ષે 10 કિલો કેસર કેરીનો 800 થી 1000 રૂપિયા ચાલી રહ્યો છે.

ગયા વર્ષે 10 કિલો કેસર કેરીનો ભાવ 500 થી 700 રૂપિયા ચાલતો હતો. હજુ પણ આગામી દિવસોમાં કેરીનો ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે. જો ચાલુ વર્ષમાં પણ સીઝન દરમિયાન કમોસમી વરસાદ પડયો હતો કેરીના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*