થરાદ પાસે નર્મદા કેનાલમાં પતિ-પત્નીએ પોતાની 2 માસૂમ દીકરી સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું, એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ…

Published on: 11:00 am, Mon, 18 April 22

છેલ્લા ઘણા સમયથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે બનાસકાંઠા માંથી પસાર થતી નર્મદા કેનાલમાં પતિ પત્નીએ પોતાના બે બાળકીઓ સાથે નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસ દ્વારા મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કયા કારણોસર કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ચાર લોકોએ કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

તેવી તંત્રને જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમે સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાંથી પતિ પત્ની અને બે દીકરીઓ સહિત ચાર લોકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનામાં 30 વર્ષીય કાળુભાઈ પંડ્યા, તેમના પત્ની ગીતાબેન કાળુભાઈ પંડ્યા, 4 વર્ષીય દીકરી ભવ્યતા બેન કાળુભાઈ પંડ્યા, 2 વર્ષીય દીકરી અવનીબેન કાળુભાઈ પંડ્યાનું કરૂણ મૃત્યુ થયું છે.

કાળુભાઈને ત્રણ દીકરીઓ છે. જેમાંથી બેના મૃત્યુ થયા છે. મોટી દીકરી બચી ગઇ છે. મળતી માહિતી અનુસાર કાળુભાઈ કેનાલમાં કુદતા પહેલા પોતાના ભાઇને ફોન કર્યો હતો. જેમાં કાળુભાઈ પોતાના નાના ભાઈને જણાવ્યું હતું કે એક દીકરી તમને સોંપીને જાઉં છું. તેમજ હવે આપણા સંબંધ પુરા એમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

ત્યારબાદ નાનાભાઈ ફરીથી ફોન કર્યો ત્યારે કેનાલ પર એકઠા થયેલા લોકોએ ફોન ઉપાડ્યો હતો. ત્યારબાદ કાળુભાઈનું પરિવાર ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર કાળુભાઈ ના પત્ની ગીતાબેન ગર્ભવતી હતા. તેમના ગર્ભમાં પાંચ મહિનાનું બાળક હતું. આ સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "થરાદ પાસે નર્મદા કેનાલમાં પતિ-પત્નીએ પોતાની 2 માસૂમ દીકરી સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું, એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*