આણંદમાં એક કાર ચાલક મહિલાએ રોડ પર બેઠેલા વૃદ્ધને મારી ટક્કર, ઘટનાસ્થળે જ વૃદ્ધનું…

Published on: 11:11 am, Wed, 18 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધારો થઈ રહ્યો છે એક વ્યક્તિની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. જ્યારે તેવી જ ઘટના આણંદ ની સામે આવી છે. આણંદ શહેરમાં રણછોડરાય મંદિર પાસે સોમવારે સવારે સાઈડમાં પાર્ક કરેલી એક કાર અચાનક રોડ પર કારની આગળ બેઠેલા 71 વર્ષના વૃદ્ધને ટક્કર મારે છે.

ને વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જાય છે. મળતી માહિતી મુજબ આકાર મહિલા ચલાવતી હોય તેવું સામે આવ્યું છે. આ ઘટના સોમવારના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ બની છે.

કાર મારુતિ સુઝુકી કંપની સિલારિયા કાર નંબર GJ 23 BL 3595 પાર્ક થયેલી હતી. જ્યારે એક મહિલા કારમાં બેસે છે અને અચાનક કારની આગળ બેઠેલા એક વૃદ્ધ ને ટક્કર મારે છે.

આ ઘટના બનતા આસપાસના લોકો બૂમાબૂમ કરે છે અને મહિલાને કાર ઊભી રાખવાનું કહે છે જેને લઇને મહિલા તાત્કાલિક કાર ઉભી રાખી દે છે. આસપાસના લોકો કારને ઊંચી કરીને કારની નીચે ગઢડા એના વૃદ્ધ અને બહાર કાઢે છે.

ત્યારબાદ 100 એટલે ફોન કરે છે પરંતુ 108 ની ટીમ દ્વારા વૃદ્ધને મૃત જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા વૃદ્ધ તળાવ પાસે એક ઝૂંપડામાં રહેતા હતા.

સોમવારના રોજ તેઓ જલારામ ટ્રસ્ટ દ્વારા અપાતા ભોજન લેવા માટે ગયા હતા.આ દરમિયાન તેઓ ચાલતા ચાલતા થાકી ગયા તે માટે તેઓ ઝાડની નીચે પાર્ક કરેલી કારના બોનેટ આગળ ટેકો દઈને બેઠા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!