આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે ત્યારે રાજકોટ મોરબી હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત ગોરીદડ ગામ નજીક ટ્રક, ઇકો કાર અને મોટર સાયકલ નું અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.
અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ પાર્ક કરેલી કાર ને ફૂલ ઝડપે ટેન્કરે ટક્કર મારી હતી અને આ ટક્કરમાં બે બાઇકને પણ ટક્કર લાગી હતી. આ સમગ્ર અકસ્માતમાં કારમાં બેઠેલી કચ્છની એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.
અકસ્માતમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત મંગળવારના રોજ 9:00 આસપાસ બન્યું છે.
જ્યારે ટેન્કરે કારને ટક્કર મારી ત્યારે કાર 25 ફૂટ સુધી દૂર ધકેલાઇ ગઇ હતી. આ ઉપરાંત ટેન્કર ચાલકે ટેન્કર પોતાનો કાબૂ ગુમાવ્યું હતું અને કાર અને બે બાઇકને પણ ટક્કર મારી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ અમૃતાબેન હરેશભાઈને થાણું હતું. આ ઉપરાંત બાઇક ચાલક સહિત ત્રણને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પહેલા અમૃતાબેન ની ઉંમર 53 વર્ષની હતી અને તેઓ માંડવી ના રહેવાસી હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!