અમદાવાદમાં એક યુવકે બે વ્યક્તિઓ સાથે મળીને પોતાના બાળપણના મિત્રનો જીવ લઈ લીધો – જીવ લેવાનું કારણ જાણીને ચોંકી જશો…

Published on: 2:19 pm, Sat, 2 April 22

અમદાવાદમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વાહન અથડાવા જેવી સામાન્ય બાબતમાં એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી.

પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ આરોપી મૃત્યુ પામેલા યુવક મિત્ર હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સલમાન અને પ્રકાશ નામના બે યુવકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર પ્રકાશ અને સલમાને સાહિલ નામના એક વ્યક્તિ સાથે મળીને એક યુવક પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં પરંતુ મૃત્યુ પામેલા યુવકના ભાઈ પર પણ પ્રહાર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલો યુવક અને ઇજાગ્રસ્ત થયેલો ભાઈ આરોપી યુવકના બાળપણના મિત્રો છે.

મળતી માહિતી અનુસાર વસીમ રાણા નામનો યુવક વાળંદની દુકાન પર હાજર હતો. વસીમ રાણા પોતાના મિત્ર મોહીન પઠાણ સાથે ઉભો હતો. જ્યારે ત્યાંથી સાહિલ પોતાનું વાહન લઇને નીકળ્યો ત્યારે ટક્કરને કારણે માથાકુટ થઇ હતી. આ માથાકૂટમાં વસીમ વચ્ચે પડ્યો હતો.

થોડીકવાર બાદ સાહિલે તેના ભાઈ અને અન્ય એક મિત્ર સાથે વસીમ પાસે આવે છે અને ધારદાર વસ્તુ મળી વસીમ પર પ્રહાર કરે છે. આ માથાકૂટમાં વચ્ચે પડેલા રફીકનું મૃત્યુ થાય છે. હાલમાં પોલીસે સલમાન અને પ્રકાશ નામના યુવકની ધરપકડ કરી લીધી છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સાહિલને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. રફીકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં એક યુવકે બે વ્યક્તિઓ સાથે મળીને પોતાના બાળપણના મિત્રનો જીવ લઈ લીધો – જીવ લેવાનું કારણ જાણીને ચોંકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*