ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન રવિન્દ્ર જાડેજા લખનઉ સામે મળેલી હાર બાદ, આ બે ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવશે…

Published on: 12:50 pm, Sat, 2 April 22

IPL 2022 ને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે રમાયેલી મેચ દરમિયાન ચેન્નઇ સુપરકિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર નો મુકાબલો જોવા મળ્યો હતો. CSK દ્વારા અપાયેલા ટાર્ગેટને ટૂંક જ સમયમાં પૂર્ણ કરી શાનદાર જીત મેળવી હતી. ત્યારે ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમને લઈને અવનવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ મેચ દરમિયાન રન સ્કોરની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમને 211 નો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે લખનઉ ની ટીમે પાવર પ્લેમાં એક પણ વિકેટ લીધા વગર 55 રન બનાવ્યા હતા. જે ખુબજ સારી બાબત કહેવાય. આ ઉપરાંત કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક વચ્ચે 99 રન ની પાર્ટનરશીપ બની હતી.

તો બીજી તરફ એવિન લુઇસે પોતાની બેટિંગ દરમિયાન 55 રન બનાવ્યા હતા. જેને પરિણામે લખનઉ સુપર જાયન્ટ્સ એ 6 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સની બોલીંગ લાઈન અપ કહી શકાય છે કારણ કે CSK ની ટીમ અન-એક્સપિરિયન્સ (un-experiance) બોલેરો સાથે મેદાનમાં ઉતરી હતી.

આ જ કારણ છે કે, તેમને આ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાલ ચર્ચાનો એક નવો વિષય બન્યો છે. આ મેચમાં મુકેશ ચૌધરી અને તુષાર દેશપાંડે જેવા યુવા બોલેરો હતા. પરંતુ આ ખેલાડીઓ નું પરફોર્મન્સ સારું એવું જોવા મળ્યું ન હતું. મુકેશ ચૌધરી એ ૩.૩ ઓવરમાં 39 રન બનાવ્યા હતા, જ્યારે તુષાર દેશપાંડે એ 4 ઓવરમાં 40 રન બનાવ્યા હતા અને એક વિકેટ લીધી હતી.

તેઓનું આ પ્રદર્શન જોતા લાગી રહ્યું છે કે, હવે રવિન્દ્ર જાડેજા આગામી મેચમાં તેમને પણ બહાર કરી શકે છે. હાલ, રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપરકિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે જેને જોતા લાગી રહ્યું છે કે આ બને પ્લેયરોને પણ ટીમમાંથી બહાર કરી શકે છે. હવે જાડેજા શું નિર્ણય લેશે. તે તો આવનારો સમય જ બતાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન રવિન્દ્ર જાડેજા લખનઉ સામે મળેલી હાર બાદ, આ બે ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવશે…"

Leave a comment

Your email address will not be published.


*