અમદાવાદમાં એકટીવા લઈને SG હાઈવે પર જઈ રહેલા વિદ્યાર્થિનીને ડમ્પરે લીધી અડફેટેમાં, વિદ્યાર્થિનીનું કરૂણ મૃત્યુ…

Published on: 4:34 pm, Tue, 17 May 22

અમદાવાદમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વિધાર્થીનીનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના વહેલી સવારે અમદાવાદ SG હાઈવે પર બની હતી. વિદ્યાર્થીની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ડમ્પર મુકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો તે મામલે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર SG હાઈવે પર ઝાયડસ બ્રિજ ઉપર એકટીવા અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરના પાછળના ભાગે એકટીવા ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ નિકિતા પંચાલ હતું. તે ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના કારણે વિદ્યાર્થિનીના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માત કેવી રીતે થયો છે તેને લઈને હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. વિદ્યાર્થિનીના મૃત્યુના કારણે ગણપત યુનિવર્સિટી ના સ્થાપક અને અન્ય વિદ્યાર્થીઓમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં એકટીવા લઈને SG હાઈવે પર જઈ રહેલા વિદ્યાર્થિનીને ડમ્પરે લીધી અડફેટેમાં, વિદ્યાર્થિનીનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*