એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે નાની બહેનની સામે મોટી બહેનનો જીવ લઈ લીધો, ત્યાર બાદ યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 4:22 pm, Tue, 17 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરી એક વખત એક તરફી પ્રેમમાં એક યુવકે એક યુવતીનો જીવ લઈ લીધો છે. યુવતીનો જીવ લીધા બાદ બીજા દિવસે યુવકે પણ પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. આ ઘટના ગવાલિયરમાં બની છે. આ ઘટના સોમવારના રોજ લગભગ રાત્રે આઠ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે યુવતી તેના 12 વર્ષના પિતરાઈ બહેન સાથે શાકભાજી લઈને ઘરે પરત ફરી રહી હતી.

આ દરમિયાન આરોપી યુવકે તેનો જીવ લઇ લીધો હતો. ત્યાર બાદ આજરોજ સવારે યુવકે પોતાની છાતી પર પિસ્તોલ વડે પ્રહાર કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આરોપી યુવક યુવતીના લગ્ન નક્કી થવાથી નારાજ હતો.

મૃત્યુ પામેલી યુવતીનું નામ સાક્ષી ગુપ્તા હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલા આરોપીનું નામ ગજરાજ કટારે હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર ગજરાજે સરસ્વતી સ્કૂલ પાસે સાક્ષી પર પિસ્તોલ વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઇને સાક્ષીની સાથે રહેલી પિતરાઇ બહેનને જણાવ્યું કે, આરોપીએ મોઢા પર કપડું બાંધ્યું હતું. તે અમારી પાસે આવ્યો અને કંઈ પણ બોલ્યા વગર બહેન પર પિસ્તોલ વડે પ્રહાર કરી દીધો હતો. ઘટના બની ત્યારે નજીકમાં એક કાકા ઉભા હતા. કાકાને બોલાવીને લાવી ત્યાં સુધીમાં તો આરોપી ભાગી ગયો હતો.

જ્યારે મંગળવારના રોજ સવારે આરોપી ગજરાજે પિસ્તોલ વડે પોતાની છાતી પર પ્રહાર કરીને પોતાનો જીવ લઇ લીધો હતો. 4 એપ્રિલના રોજ સાક્ષીની સગાઈ આકાશ નામના યુવક સાથે નક્કી થઈ હતી. લગ્ન આવતા મહિનાની 21 જૂનના રોજ થવાના હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગજરાજ અને સાક્ષી બંને એકબીજાને છેલ્લા ચાર વર્ષથી ઓળખતા હતા.

આરોપી ગજરાજ સાથી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. સાક્ષીની સગાઈ થઈ ગયા બાદ આરોપી ગજરાજ પોતાની ભાભીને લઈને રાત્રીના ઘરે ગયો. ત્યાં સાક્ષી અને આરોપી ગજરાજની સંબંધની વાત કરી હતી. સમગ્ર ઘટનાને લઇને આરોપી ગજરાજના ભાભીએ જણાવ્યું કે, ગજરાજ બે ત્રણ દિવસથી પરેશાન હતો. તે કહેતો તો કે જો સાક્ષી લગ્ન કરવાની ના પાડશે તો હું તેને ઉઠાવી લઈશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે નાની બહેનની સામે મોટી બહેનનો જીવ લઈ લીધો, ત્યાર બાદ યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*