ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસો વધારે પ્રમાણમાં આવી રહ્યા છે.રાજ્યના અમુક શહેરોમાં અને કેટલાક ગામોમાં કોરોના કેસ આવતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. કોરોના ના કેસો આવતા હાલમાં તંત્ર પણ ખુબ જ સરસ કામ કરી રહ્યું છે. કોરોના નું સંક્રમણ વધતાં પાટણના એક વરાણા નામના ગામમાં તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના કેસો આવતા આ ગામમાં તાત્કાલિક 9 ઓક્ટોબર સુધી આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે.
આંશિક લોકડાઉન ને પગલે હવે ગામમાં 2:00 અને સાંજે બે કલાક દુકાનો ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવી છે. કોરોનાવાયરસ નું સંક્રમણ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ ગામમાં એકસાથે કોરોના ના આઠ કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળ્યું હતું અને દુકાનદારોને નોટિસો આપી ને દુકાન બંધ કરાવી હતી.
આ ગામમાં કોરોના નું સંક્રમણ વધતા 14 દિવસ માટે આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ ગામમાં 14 દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવા ગામલોકોને નોંધ લેવા કહેવામાં આવ્યું હતું.
ગામમાં અવરજવર અને દુકાનો બંધ કરી દેવામાં આવી હતી અને લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!