ગુજરાત રાજ્યમાં ફરી લોકડાઉન લાગવા મુદ્દે રાજ્ય સરકારે કરી દીધી મોટી જાહેરાત, નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે…

Published on: 6:24 pm, Fri, 25 September 20

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના નું સંક્રમણ અટકાવવા ફરી એક વખત લોકડાઉન લાદવામાં આવશે એવા લેખો વોટ્સઅપ માં ફરી રહ્યા છે. ગુજરાત સરકારે આ બધી વાતોને ખોટી અફવા ગણાવી છે. ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે,અત્યારે હાલમાં જે જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે અને લોકો સામાન્ય જીવન જીવતા થયા છે ત્યારે ફરી લોકડાઉન લાદવાની કોઈ નીતિ અમારી નથી. નીતિન પટેલે કહ્યું.

રાજ્યમાં ભલે ગમે તેવા તો ફેલાતી હોય પણ કોઈ તારીખથી લઈ કોઈ તારીખ સુધી લોકડાઉન લાગુ કરવાની અમારી કોઇ પ્રકારની યોજના નથી.રાજ્ય સરકારને માહિતી મળી હતી કે કેટલાક લોકો લોકડાઉન લાગવાની અફવા ચલાવી રહ્યા છે આવી અફવાઓના કારણે નાગરિકોએ ખરીદી શરૂ કરી છે પણ લોકડાઉન કરવાની સરકારની કોઈપણ પ્રકારની વિચારણા નથી.

કોરોના ની સ્થિતિને કાબુમાં લેવામાં સરકાર સફળ રહી છે ત્યારે લોકડાઉન ની કોઈપણ પ્રકારની જરૂરિયાત નથી.નાગરિકોને વિનંતી કરતા સાહેબે કહ્યું કે, રાજ્ય સરકાર કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ અફવામાં આવું નહિ. જનજીવન રાબેતા મુજબ ચાલુ રહેવાનું છે.

હાલમાં રાજ્યની પરિસ્થિતિ જોતા લોકડાઉન ની જરૂર નથી.ચાર જીવન તેમજ વેપાર-ધંધા રાબેતા મુજબ ચાલુ અને છે ત્યારે કોઈ લોકો એ ખોટી વાત થી દોરી ને ડરવું નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!