એક જ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટ ના કેસમાં થયો તોતિંગ વધારો,લોકડાઉન લગાવવાની સરકારને પડી ફરજ

Published on: 4:09 pm, Fri, 3 December 21

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાવાયરસ ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન એ દુનિયાભરમાં ડરનો માહોલ પેદા કર્યો છે.કોવીડ 19 નો નવો સ્ટ્રેન દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધી અમેરિકા સહિત 25 થી વધુ દેશોમાં પહોંચી ગયો છે.

સૌથી વધુ ખરાબ સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં છે અને એક જ દિવસમાં ઓમીક્રોન વેરિઅન્ટ ના કેસ ડબલ થઇ ગયા છે.દક્ષિણ આફ્રિકામાં ઓમીક્રોન વેરીએન્ટ ના વધતા કેસ જોતા લેવલ વન નું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.સંક્રમણ પર કાબુ મેળવવા માટે બજાર બંધ કરી દેવાયા છે

અને લોકો પોતાના ઘરમાં કેદ થયા છે ત્યારબાદ રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે.દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાયરસ ના નવા વેરીએન્ટ ઓમીક્રોન નો પહેલો કેસ 24 નવેમ્બરના રોજ નોંધાયો હતો અને ત્યાંથી સ્વાસ્થ્ય મંત્રાલયે તેની જાણકારી આપતા કહ્યું હતું

કે કોવીડ 19 નો એક નવો વેરીએન્ટ મળી આવ્યો છે.ત્યારબાદ થી જ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.દક્ષિણ આફ્રિકામાં કોરોના નવા કેસ માં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ આફ્રિકા માં કોરોના ના 11535 નવા કેસ નોંધાયા છે જ્યારે આ દરમિયાન 44 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક જ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટ ના કેસમાં થયો તોતિંગ વધારો,લોકડાઉન લગાવવાની સરકારને પડી ફરજ"

Leave a comment

Your email address will not be published.


*