‘રોજગાર ગેરંટી યાત્રા’ના 11 દિવસમાં અમે યુવાનો માટે લગભગ 50 જેટલી સભા કરી છે: યુવરાજસિંહ જાડેજા

Published on: 8:28 pm, Tue, 6 September 22

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સબોધતા જણાવ્યું કે, 25 ઓગસ્ટ 2022 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ગુજરાતમાં રોજગારી ગેરંટી યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે હિંમતનગર થી સાંતલપુર સુધી કુલ ચાર જિલ્લાઓમાં 11 દિવસ સુધી ચાલી હતી. આ 11 દિવસમાં અમે લગભગ 50 જેટલી સભાઓ કરી છે. જેમાં 2000 જેટલા યુવાનો સભામાં જોડાયા હતા.

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે 11 દિવસમાં લગભગ 10,000 થી પણ વધારે યુવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે. 11 દિવસના અનુભવમાં અમને વચ્ચે વચ્ચે સરકારના ગુંડાઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા તેનો પણ અમે સામનો કર્યો હતો. યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું કે અમે જે જગ્યા પર સભા કરવા જતા તે જગ્યાએ વીજળીનો કાપ મૂકી દેવામાં આવતો હતો પરંતુ અમે તેમનો સામનો કર્યો છે. આવી મુશ્કેલીમાં પણ અમે યુવાનોની વેદના અને વ્યથાઓ સાંભળી છે.

વધુમાં યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું કે, રોજગારીને લગતા જે મુખ્ય પ્રશ્ન છે જેના છેલ્લા ઘણા વર્ષોથી ઉકેલ નથી આવ્યા. જેમકે ઘણી બધી પરીક્ષાઓના ફોર્મ ભરાયા બાદ પણ નિમણૂક પત્ર નથી આવ્યા. બેરોજગાર યુવાનો દ્વારા અમારી પાસે માંગણી કરવામાં આવી છે કે, ત્રણ ત્રણ વખત cpt ની પરીક્ષા લેવામાં આવી છે છતાં પણ હજુ સુધી નિમણૂક પત્ર આવ્યા નથી. આરોગ્ય કર્મચારીઓની જે ભરતીઓ થાય છે એમાં પણ અમને નિમણૂક પત્ર હજુ સુધી મળ્યા નથી.

વધુમાં યુવરાજસિંહ જાડેજા એ વાત કરતા જણાવ્યું કે, સીટીપી એજન્સી દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવી હતી તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ હકદાર હતા, લાયક હતા તે વિદ્યાર્થીઓની પસંદગી નથી કરવામાં આવી. તમામ વિદ્યાર્થીઓ સાથે અમ ખભાથી ખભો મિલાવીને ઊભા છીએ. જ્યાં પણ વિદ્યાર્થીઓને જરૂર પડશે ત્યાં અમે ચોક્કસ તેમની મદદ કરીશું. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે બોગસ અને ભ્રષ્ટાચાર થી બનેલી દીકરીઓના આધાર પુરાવા આપ્યા તો તે આધાર પુરાવા હોવા છતાં કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘રોજગાર ગેરંટી યાત્રા’ના 11 દિવસમાં અમે યુવાનો માટે લગભગ 50 જેટલી સભા કરી છે: યુવરાજસિંહ જાડેજા"

Leave a comment

Your email address will not be published.


*