ભારતનો સરેરાશ સાક્ષરતા દર 77.3 ટકા કરતા ગુજરાતનો સાક્ષરતા દર 82.4 ટકા થોડોક વધારે છે પણ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સાક્ષરતા દરમાં નવમા ક્રમે છે. ભારત સરકારની નેશનલ સ્ટેટ સ્ટીક્સ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા ‘હાઉસ હોલ્ડ’ સોશ્યલ કંજપશન ઓન એજ્યુકેશન ઓફ ‘ઇન્ડિયા’ રિપોર્ટથી આ વિગતો બહાર આવી છે.
આ સર્વે જુલાઈ 2017 થી જૂન 2018 સુધી કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ,રાજ્યમાં તમામ બાળકોને 3 કિમીના ઘેરાવામાં પ્રાથમિક શિક્ષણ જ્યારે 5 કિમી સુધી માધ્યમિક શિક્ષણ પણ ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 1961 માં થયેલી વસ્તી ગણતરીમાં રાજ્યનો સાક્ષરતા દર 31.5 હતો. 2011 ની વસ્તીગણતરીમાં સાક્ષરતા દર 78 ટકા હતો. 50 વર્ષમાં ગુજરાતમાં સાક્ષરતા દરમાં 46.5 ટકાનો વધારો થયો છે.
2001 થી 2011 વચ્ચે કુલ સાક્ષરતા દરમાં 8.9 અંકનો વધારો થયો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 10.4 જ્યારે શહેરી વિસ્તારમાં 4.5 અંક નો વધારો થયો હતો. 2001 માં પુરુષો અને મહિલા સાક્ષરતા દર વચ્ચે 21.9 અંક નું અંતર હતું જે 2011 માં 16.1 થયું હતું.2011 ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યની કુલ વસ્તી 6 કરોડ 4 લાખ હતી.જેમાં 78 ટકા સાક્ષરતા દર છે.22 ટકા લોકો એટલે 1.4 કરોડ લોકો સાક્ષર નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!