દિલ્હીમાં પીયુસી વગર ગાડી ચલાવવાનું તમારા માટે મુશ્કેલ બની શકે છે. દિલ્હી સરકારે પીયુસી વીનાના વાહન ચાલકોને લઈને ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. વાહન માલિકો પાસે પીયુસી હોવાની અપીલ કરવામાં આવી છે અને આ સાથે જ રવિવારે એક સાર્વજનિક નોટિસ પણ જાહેર કરી છે.
પરિવહન વિભાગ તરફથી રવિવારે જાહેર કરાયેલી નોટિસમાં જણાવાયુ છે કે PUC વગર પકડાશો તો ત્રણ મહિના માટે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઇ શકે છે.આ સીવાય વાહનમાલિકો ને છ મહિનાની જેલની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ કે પછી બંને એકસાથે ભોગવવા પડી શકે છે.
દિલ્હીમાં વધતાં પોલ્યુશન ના કારણે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.નોટિસ માં કહેવાયું છે કે રાજધાની માં પોલ્યુશન માં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને આ માટે વાહન માંથી નીકળતા પ્રદૂષણ કારક તત્વો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ ની નિયમિત તપાસ પણ જરૂર છે. ચેક કર્યા બાદ PUC સર્ટિફિકેટ આપવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!