રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં વરસાદની થશે આ તારીખે ફરીથી ધમાકેદાર એન્ટ્રી…

66

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં હજુ આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધી શકે છે. રાજ્યમાં સારો વરસાદ પડવાના કારણે આગામી સમયમાં જળસંકટ ટળી શકે છે.

ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હજુ પણ રાજ્યમાં 18 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં મહિનામાં વરસાદની ઘટ પૂરી થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સમયમાં ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાદર-2, આજી-3, ન્યારી-3 ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર માં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!