પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થતાની સાથેજ ભાજપ નેતાના એક ટ્વીટથી મચ્યો ખળભળાટ,જાણો શું છે સમગ્ર મામલો?

68

હાલમાં પંજાબ માં ચરણજીત ચન્ની ને મુખ્યમંત્રીની મહત્વની જવાબદારી સોપવામાં આવી છે. જવાબદારી સોંપતાં ભાજપે જૂની ખબરને ટાંકીને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા છે. 2018 પર ચરણજીત ચન્ની પર એક મહિલા અધિકારીને અનુસૂચિત મેસેજ મોકલવાનો આરોપ લાગ્યો હતો. આ ખબર 2018માં છાપવામાં આવી હતી.

હાલમાં આ ખબરને મુદ્દો બનાવીને ભાજપ નેતા અમિત માલવિયે ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસે ચરણજીત ચન્ની ને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા જેઓએ 2018 માં મિટુ મામલે કાર્યવાહીનો સામનો કર્યો હતો. તેમને કથિત રીતે 2018 માં મહિલા આઈ.એ.એસ અધિકારીને ખોટા સંદેશ મોકલ્યા હતા.

આ કેસમાં ભીનુ સંકેલી લેવામાં આવ્યું હતું પરંતુ પંજાબ મહિલા આયોગ ની નોટીસ બાદ કેસ ફરી બહાર આવ્યો હતો.2018 ની સાલમાં અમરિન્દર સરકારના જેલ મંત્રી અને હાલમાં નવા વરાયેલા મુખ્યમંત્રી ચરણજીત ચન્ની પર એક સિનિયર મહિલા પર અનુસૂચિત મેસેજ મોકલવાનો આરોપ લાગ્યો હતો.

તે વખતે મોટો હોબાળો મચ્યો હતો. ત્યારે ચરણજીત ચન્ની વિદેશમાં હતા અને વિદેશમાંથી પરત આવીને ખુદ ચરણજીત ચન્ની એ સ્વીકાર્યું હતું કે તેમનાથી ભૂલથી આ મહિલા આઈએએસ અધિકારી ને મેસેજ જતા રહ્યા હતા. જોકે તેમને માફી પણ માંગી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!