કોરોનાવાયરસ ની કહેર વચ્ચે અમદાવાદીઓ માટે આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતે

197

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો દૈનિક સતત વધી રહ્યા છે. હાલમાં રાજ્યમાં અમદાવાદ શહેર અત્યાર સુધી કોરોના એક્ટિવ કેસોમાં સૌથી વધારે આગળ છે.કોરોનાવાયરસ ની કહેવત છે અમદાવાદીઓ માટે મોટા મહત્વના અને રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કેસનો આંકડો ઘટ્યો છે અને હાલ શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો માત્ર 3020 ઉપર પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસો 168 નોંધાયા છે જેની સામે 184 લોકોએ કોરોના ને માત આપી છે. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કોરોનાવાયરસ ના 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 36,264 છે તો મોતનો આંકડો 1803 ને પાર પહોંચી ગયો છે.

શહેર માટે ખુશીની વાત એ છે કે અત્યાર સુધીમાં શહેરમાં 31,443 દર્દીઓએ કોરોના ને માત આપી છે.

શિયાળાની ઋતુમાં કોરોનાનો સંક્રમણ વધવાની સંભાવના ખૂબ જ વધી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!