દિવાળી વેકેશન ને લઈને શિક્ષણ વિભાગે જાહેર કર્યો મહત્વપૂર્ણ નિવેદન,જાણો દિવાળી વેકેશન કેટલા દિવસનું રહેશે

326

ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.મેડિકલ અને ફાર્મસી સિવાયના વિભાગ માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. એકેડેમિક કેલેન્ડર મુજબ 6 નવેમ્બર થી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. આમ 13 દિવસ નું દિવાળી વેકેશન અને નવું શૈક્ષણિક વર્ષે 1 જુલાઈ 2021 સુધી શરૂ કરવાનું રહેશે.UG,PG,GTU અને પ્રોફેશનલ કોર્સ પૂર્ણ કરવા બાબતે તારીખો જાહેર કરવામાં આવી છે.જે મુજબ ૧ ડિસેમ્બર 2020 થી ઓગસ્ટ સુધી તબક્કાવાર કોર્સ પૂર્ણ કરવાનો રહેશે અને જરૂર પડે.

તો ઓનલાઇન અને ઓફલાઇન ક્લાસ કરવા અને એ જ પદ્ધતિથી પરીક્ષા લેવા પણ સૂચન કરવામાં આવ્યું છે.પ્રાયોગિક કાર્ય માટે 15 ઓક્ટોમ્બર બાદ શરૂ કરી શકાશે, પરંતુ 15 થી 20 વિદ્યાર્થીઓ જ આવી શકશે.વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત છે પણ આંતરિક પરીક્ષા લેવાની રહેશે નહીં.સેમેસ્ટર પદ્ધતિના માળખામાં આંતરિક અને યુનિવર્સિટી પરીક્ષાના ગુણ નું પ્રમાણ 30:70 રાખવામાં આવ્યું છે.

જે યુનિવર્સિટી પરીક્ષા લઈ લીધી છે તેમને તે મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ અને વિભાગોએ કોરોના માર્ગદર્શિકાનું પાલન ફરજિયાત કરવું પડશે.

જે વિષય વિદ્યાશાખામાં કાઉન્સિલ બોર્ડના નિયમ લાગુ પડતા હોય તે સંદર્ભે પણ કોરોના માર્ગદર્શિકા નું પાલન ફરજિયાત પણે કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!