ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠક પર ચૂંટણીપંચ દ્વારા 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે.કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોને નામની પસંદગીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ભાજપે આઠ બેઠકોની પેટાચૂંટણી માટે સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને તેમાં પક્ષ પલટુ નેતાઓને ટિકિટ આપી હતી. પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ દ્વારા લાંબો સમય મંથન કર્યા બાદ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ 12 ઓક્ટોબરના રોજ સાંજે પાંચ વાગ્યે મળેલી બેઠકમાં નામ જાહેર કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા ધારી, કરજણ, મોરબી, અબડાસા અને ગઢડા બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ધારી :
સુરેશ કોટડિયા
મોરબી :
જયંતિ પટેલ
અબડાસા :
શાંતિ સંઘાણી
ગઢડા :
મોહન સોલંકી
કરજણ :
કિરીટસિંહ જાડેજા
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!