પ્રધાનમંત્રી મોદી 31 મી ઓકટોબરના રોજ દેશમાં પહેલી સી પ્લેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદથી સી પ્લેન ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે, શરૂઆતમાં 1500 લોકોએ બુકીંગ કરાવતા બુકિંગ બંધ કરવું પડ્યું હતું. સ્પાઇઝ જેટના CEO ના મતે શરૂઆતમાં જ નાગરિકોને સી પ્લેન આકર્ષક જોવા મળી રહ્યુ છે.જેના કારણે તે સપ્ટેમ્બરના રોજ લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરતા સરોવર બંધ થઈ જતા ટિકિટ બુકિંગ બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
આ સી પ્લેન માં મુસાફરો માટે આવવા-જવા માટે ત્રણ હજાર રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. દાન યોજના અંતર્ગત એક તરફ નું ભાડું 1500 રૂપિયા રાખવામાં આવ્યું છે.અમદાવાદ થી કેવડીયા વચ્ચેનું અંતર 200 કિલોમીટર કાપતાં અંદાજે 50 મિનીટ જેટલો સમય લાગશે. અમદાવાદથી દરરોજ સવારે 10:15 કલાકે સી પ્લેન ઉડાન ભરશે.
અને 10:45 કલાકે કેવડીયા પહોંચશે, જ્યારે કેવડિયા થી 11:45 કલાકે ઉડાન ભરીને 12:15 કલાકે અમદાવાદ પહોંચશે. આ સી.પ્લેન ફરી 12:45 કલાકે અમદાવાદથી ઉડાન ભરશે.
અને બપોરે 1:15 કલાકે કેવડીયા પહોંચશે, કેવડિયા થી ફરી બપોરે 3:15 કલાકે ઉડાન ભરીને 3:45 કલાકે અમદાવાદ પહોંચશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!