ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે કરજણ બેઠક જીતવા અપનાવ્યો આ પ્લાન.

218

ગુજરાત વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર કરી રહ્યું છે.કરજણ નો ગઢ જીતવા ભાજપ અને પ્રયાસ કરી રહ્યું છે એવામાં કેશુ બાપા ના સહારે પાટીદાર મતદારોને આકર્ષવા નું કામ ભાજપ દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે. કરજણ બેઠક જીતવા ભાજપ કેશુભાઈ પટેલના સહારો લઇ રહી છે. ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં.

પણ કરજણમાં કેશુભાઈ પટેલના 100 જેટલા કટ આઉટ પોસ્ટર ઉતારવામાં આવ્યા છે.ભાજપ દ્વારા કરજણ ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે કેશુ બાપા ના પોસ્ટર મૂકવામાં આવ્યા છે.પાટીદાર બહુમતિ ધરાવતા ગામોમાં પોસ્ટર મુકવામાં આવશે અને ભાજપના કાર્યકર્તાઓ શ્રદ્ધાંજલિ આપશે.

પાટીદારોનીસહાનુભૂતિ મેળવવા ભાજપનો પ્રયાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ભજન વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે છેલ્લા દિવસે ભાજપ ભવ્ય રોડ શૉ કરવા જઈ રહી છે.

ભાજપકાર્યાલય તે રોડ શોની શરૂઆત કરવામાં આવશે અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં રોડ શો યોજવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!