ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો પેટાચૂંટણીના સમયનો સમગ્ર મામલો

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પરના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મોરબી,ધારી, કરજણ અબડાસા અને ગઢડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારોના નામ સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા અને રવિવારે ભાજપે પણ સાત બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. કોંગ્રેસના તમામ 8 ઉમેદવારો ગુરુવારે 15 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરશે અને.

આ સમય દરમ્યાન તમામ બેઠક પરના કોંગ્રેસના સીનિયર નેતા ઓ ફોર્મ ભરાવવા હાજર રહેશે અને કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શનની સાથે ઉમેદવારી નોંધાવશે.ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી ત્રણ નવેમ્બરને રોજ યોજાવાની છે ત્યારે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.

17 ઓક્ટોબરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકવાની તક આપવામાં આવશે.

3 નવેમ્બરના રોજ મતદાન થશે અને તેનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*