હીરા ઉદ્યોગને લઈને આવ્યા મહત્વના સમાચાર, હીરાઉદ્યોગની ચમકમાં ફરી આવશે ચળકાટ

ગુજરાત રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના ના સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉન ના કારણસર હીરાઉદ્યોગ ભાંગી પડ્યા હતા.લોકડાઉન પછી રત્નકલાકારો પોતાના વતનથી પરત ફરી રહ્યા છે. આ સાથે દુનિયાભરમાં કોરોનાની મહામારી ના કારણે હીરાઉદ્યોગના આંતરરાષ્ટ્રીય વેપાર પર તેની ખરાબ અસર જોવા મળી હતી. હીરા ઉદ્યોગમાં હવે ધીરે ધીરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ બધી પરિસ્થિતિ વચ્ચે હીરા ઉદ્યોગ માટે મહત્વના સમાચાર આવ્યા છે કે મુંબઈની 100 જેટલી મોટી કંપનીઓએ સુરતથી વેપાર શરૂ કર્યો છે.મુબઈની 100 જેટલી હીરા ઉદ્યોગની કંપનીઓએ સુરતમાંથી વેપાર શરૂ કર્યો છે. સુરત શહેરનું ડાયમંડ બુર્સ નું સપનું સાકાર થવા માટે હજુ પણ વધારે કંપનીઓ સુરતમાં આવી શકે છે.

ડાયમંડ કંપનીઓના સ્થાળાંતર પાછળનું મોટું કારણ હવે એ છે કે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ ગયું છે જેના કારણસર બિઝનેસ માટે અનુકૂળ પડી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના ના કારણે બહારની કંપનીઓની સુરતમાં આવવાની ગતિ ધીમી પડી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*