આખરે ગુજરાત રાજ્યમાં આ તારીખે ચોમાસુ લેશે વિદાય, જાણો સમગ્ર અહેવાલ

347

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ની કહેર અને ભારે વરસાદના કારણે દરેક લોકોને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ 134 ટકા નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયને લઈને અનુમાન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હવે ચોમાસું થોડા દિવસનો મહેમાન છે ત્યારે આ વર્ષે રાજ્યના 33 જિલ્લાઓમાં મન મૂકીને વરસાદ વરસ્યો છે. નદીનાળા છલકાતા અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું સર્જન થયું હતું. ગુજરાત રાજ્યમાં ચોમાસુ 28 સપ્ટેમ્બર બાદ જલ્દીથી વિદાય લેશે આવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસાની વિદાયના સમાચાર આવતા ગુજરાતના ખેડૂતો ને રાહત ના સમાચાર મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!