મોટા સમાચાર : ગુજરાત રાજ્યમાં આ તારીખ થી ચાલુ થશે કોલેજ નું શૈક્ષણિક સત્ર, સરકારે ચાલુ કરી તૈયારીઓ

Published on: 9:34 am, Sat, 26 September 20

છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાતની તમામ કોલેજો બંધ છે. કોરોના મહામારી ની ખરાબ પરિસ્થિતિ વચ્ચે યુજીસીએ યુજી/પીજીની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે નવું સત્ર 1 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે યુનિવર્સિટી સાથે આ મુદ્દે મિટિંગ કરી હતી અને તેમાં તમામ સૂચનો મંગાવ્યા છે. શાળાઓ અને કોલેજ શરૂ થતા અમુક નિયમોનું પાલન કરવું પડશે.

કોરોનાવાયરસ ને લઈને પરીક્ષાઓ પરિણામ સાથે પ્રવેશ પણ મોડા થતા શૈક્ષણિક વર્ષ આ વર્ષે ખોરવાઈ ગયું છે. આ વર્ષે પ્રવેશ લેનારા યુજી – પીજીના વિવિધ કોર્સ ના નવા વિદ્યાર્થીઓ માટે નું નવું શૈક્ષણિક વર્ષ ક્યારથી ગણવું તેને લઈને યુજીસીએ વિગતવાર ટાઈમટેબલ જાહેર કર્યા છે.

જેમુજબ 1 નવેમ્બરથી નવું સત્ર શરૂ થનાર છે પરંતુ કોલેજોમાં ગાઈડ લાઈન નો અમલ ક્યારથી કરવો. એક મહત્વપૂર્ણ નિર્ણય છે.

કેવી રીતે કરવો તે માટે યુનિવર્સિટીઓ પાસે સૂચનો મંગાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!