સુરત શહેરમાં કોરોના વાયરસ ના સંક્રમણ ને અટકાવવા SMC દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય.

110

સુરત શહેરમાં કોરોના વાયરસ માં કેસો સતત વધી રહા છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે સંક્રમણ ને ઘટાડવા સુરત મહાનગર પાલિકા દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.સુરત માં તમામ ફરવાલાયક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે.

શનિ અને રવિવાર ના રોજ ટેકસટાઇલ માર્કેટ ને બંધ રાખવામાં આવી હતી.આ ઉપરાંત રવિવાર અને સોમવાર ના રોજ ડાયમંડ ઉદ્યોગ ને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.જે લોકો નિયમોનો ભંગ કરે છે.

તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. હીરાબજાર, ટેકસટાઇલ માર્કેટ અને શાક માર્કેટ માં લોકો નિયમોનું પાલન કરે એટલા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક ટાસ્ક ફોર્સ રચના કરવામાં આવી છે.

ટાસ્ક ફોર્સ ની અંદર સિનિયર કક્ષાના અધિકારી નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના ની માર્ગદર્શિકા નું ચુસ્તપણે પાલન થાય.

તે બાબતે આ ટાસ્ક ફોર્સ દ્વારા ધ્યાન રાખવામાં આવશે અને કે લોકો નિયમોનો ભંગ કરે છે તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુરત શહેર માં કોરોના નવા સ્ટ્રેન ના કેસ પણ સામે આવી રહ્યા છે.સુરત મહાનરપાલિકા દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે,નવા સ્ટ્રેન માં લોકોને માથાનો દુખાવો,તાવ,શરદી કે ઉધરસ જેવા લક્ષણો દેખાતા નથી.

લોકોને શરીર માં જરા પણ નબળાઈ આવે એટલે તેઓ તાત્કાલિક તેમનો કોરોના નો ટેસ્ટ કરાવી લે અને આ બાબતે સુરત મહાનગપાલિકાના કમિશનર પાનીએ પણ નિવેદન આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!