CBSE બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા રાહત ના સમાચાર, જાણો.

Published on: 9:44 am, Mon, 22 March 21

કોરોના મહામારી વચ્ચે સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે cbsc બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં મેળવેલ ગુણ માં સુધારો કરવાની તક મળશે.

જુના નિયમો અનુસાર જો વિદ્યાર્થીઓએ કોઈ પણ વિષયમાં તેમને મળી કુલ સ્કોર સુધારવો હોય તો તેઓએ સુધારણા પેપર આવવા માટે સંપૂર્ણ એક વર્ષ રાહ જોવી પડતી હતી.

પરંતુ હવે સીબીએસસી બોર્ડ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ પેપર આપવાની સુવિધા આપવાનું નક્કી કર્યું છે.નવા નિયમ મુજબ, ધોરણ-10 અને 12ના વર્ગના વિદ્યાર્થીઓને કોઇ પણ વિષયમાં મળેલા નંબરોમાં સુધારો કરવાની તક મળશે.

સીબીએસસી જણાવ્યું કે વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવાની રહેશે જે પરીક્ષાઓ પછી તરત જ લેવામાં આવશે. પરિણામ જાહેર કરતી વખતે જે વિદ્યાર્થીએ કમ્પાર્ટમેન્ટ ની પરીક્ષા આપી છે.

એ બંનેની પરીક્ષામાં વધુ સારા ગુણ મેળવશે અને પરિણામની ઘોષણા દરમિયાન માન્યતા પ્રાપ્ત થશે. બોર્ડે કહ્યું છે કે જો વિદ્યાર્થીઓ તેઓ આપેલી પરીક્ષાના પ્રદર્શનમાં સુધારો કરશે તો તેમના માટે કમબાઈન માર્કશીટ આપવામાં આવશે.

કોરોના રોગચાળાના લીધે વિદ્યાર્થીઓ પર ખૂબ જ માનસિક ભારણ હતું તેથી સીબીએસસી દરેક વિષયમાં થી 30% અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સાથે બોર્ડે આ વર્ષની પરીક્ષા ની રીત બદલી ને પાછલા વર્ષો ના પેપર કરતા 10% વધુ MCQ રાખવાનો નિર્ણય કર્યો છે.

વિદ્યાર્થીઓ માટે જાણવું જરૂરી છે કે જો કોઈ વિદ્યાર્થી હોય બે થી વધારે વિષયની કંપાર્ટમેન્ટ પરીક્ષા લેવી હોય તો તેઓએ એક વર્ષ મી રાહ જોવી પડશે. તે વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી બેચ સાથે લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "CBSE બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા રાહત ના સમાચાર, જાણો."

Leave a comment

Your email address will not be published.


*