જો ‘આપ’ ની સરકાર બનશે તો 3 મહિના પછી તમારું 4300 રૂપિયાનું વીજળીનું બિલ શૂન્ય આવા લાગશેઃ ઇસુદાન ગઢવી

Published on: 7:13 pm, Sat, 13 August 22

અમદાવાદ શહેરના નરોડા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઓમ પ્રકાશ તિવારીજી ના નેતૃત્વમાં વિશાળ જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીમાં નવા જોડાયેલા 262 કાર્યકરોના સન્માન માટે આ જનસભા યોજનામાં આવી હતી. આ જનસભામાં મુખ્ય મહેમાન તરીકે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ઈશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. નરોડામાં આયોજિત વિશાળ જનસભાને સંબોધતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઈશુદાન ગઢવીએ કહ્યું કે, હું નરોડા ના લોકોને કહેવા માંગુ છું કે નરોડા વિધાનસભા થી આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારીજી ચૂંટણી નથી અડી રહ્યા પરંતુ તેના બદલે નરોડાની જનતાએ પોતાના બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે ચૂંટણી લડવી પડશે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે અન્ય પક્ષના લોકો તેમને કંઈ આપશે નહીં, પરંતુ જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ત્રણ મહિનામાં તમારું 4300નું વીજળી બિલ શૂન્ય પર આવવાનું શરૂ થઈ જશે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે અન્ય પક્ષના લોકો સરકારમાં આવે તો તેમને કરોડો રૂપિયાનું ગ્રાન્ટ મળે છે અને જો આમ આદમી પાર્ટીનું શાસન આવે તો ગુજરાતની દરેક મહિલાને દર મહિને ₹1,000 ની સન્માન રકમ મળશે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક યુવાનોને રોજગારી મળશે અને જ્યાં સુધી તેઓને રોજગારી નહીં મળે ત્યાં સુધી તેમને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.

ઈશુદાન ગઢવી એ કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી અદભુત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળાઓ બનાવશે. આ ઉપરાંત સરકાર તરફથી રાશન મેળવનારને લોકોને રાશનની દુકાન પર રાશન લેવા જવાની જરૂર નહીં પડે, એવી વ્યવસ્થા કરવામાં આવશે કે સરકાર તમારા ઘરે જ રાશન પહોંચાડશે. આ સિવાય કોઈને જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર જેવા કોઈ દસ્તાવેજની જરૂર હોય તો તેના માટે પણ એવી સુવિધા કરવામાં આવશે, તમે ફોન કરશો અને સરકારી અધિકારીઓ તમને તમારા ઘરે તમારા દસ્તાવેજ આપી જશે

વધુમાં ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, આ બધું કામ અન્ય પક્ષોમાં શક્ય નથી. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો માત્ર 300 યુનિટ મફત વીજળી થી દર મહિને લોકોના 4300 ની બચત થશે. તેમની ગણતરી કરીએ તો વર્ષમાં 50,000 રૂપિયા અને પાંચ વર્ષ માટે લગભગ 250000 થી 300000 રૂપિયાની બચત થશે. તેથી જ આ વખતે ભાજપે નક્કી કર્યું છે કે એક વોર્ડમાં 10,000 રૂપિયા ખર્ચવા પડે તો પણ તે કરીશું. પરંતુ તેમ છતાં પણ તમારે આમ આદમી પાર્ટીને જ મત આપવાના છે કારણ કે આમ આદમી પાર્ટી તેમને મહત્તમ રાહત આપવાનું કામ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જો ‘આપ’ ની સરકાર બનશે તો 3 મહિના પછી તમારું 4300 રૂપિયાનું વીજળીનું બિલ શૂન્ય આવા લાગશેઃ ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*