કારમાં સવાર થઈને ગામડે જતા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, ટ્રકની પાછળ કાર ઘુસી જતા ડ્રાઇવર સહિત પતિ-પત્નીનું કરુણ મોત… ‘ઓમ શાંતિ’

Published on: 11:38 am, Mon, 26 June 23

Husband and wife died in an Accident in Mehsana: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.ત્યારે મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકામાં બનેલી એક ભયંકર અકસ્માતની(Mehsana Accident) ઘટના સામે આવી રહે છે. વિજાપુર હિંમતનગર હાઇવે પર બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી કાર પણ આ અકસ્માતનો શિકાર બની હતી.

 મહેસાણા: વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. કલોલના વેપારીની કારને અકસ્માત વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. વેપારી દંપતી વતન રાજસ્થાનમાં દર્શન કરવા જતું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર દંપતી સાથે ડ્રાયવરનું પણ મોત નિપજ્યું છે. હાલ વિજાપુર પોલીસ દ્વારા અકસ્માત મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે.

મળતી માહિતી અનુસાર કાર ટ્રકની પાછળ ઘૂસી જતા કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. વિગતવાર વાત કરીએ તો કલોલના પંચવટી શ્રી હરિ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ શાહ પોતાની પત્ની મંજુલાબેન સાથે GJ 18 BC 4434 નંબરની ગાડીમાં બેસીને પોતાના વતન રાજસ્થાન ચિત્તોડ જિલ્લાના ફતેહનગર દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

 વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માત થયેલી ટ્રક સાથે કારનો અકસ્માત થયો છે.

આ દરમિયાન કાગસિયા દેવરાજ નામનો યુવક ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. કલોલથી દેવેન્દ્રભાઈ પોતાની પત્ની સાથે રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં વિજાપુર હિંમતનગર હાઇવે પર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત થયેલા બે ટ્રક પડેલા હતા. આ દરમિયાન કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે કાર અકસ્માત કરેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.

મૃતક દંપતીની ફાઈલ તસવીર - Divya Bhaskar

અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારમાં સવાર ત્રણેયને લોકોને બહાર કાઢીને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે ત્રણેયની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

 કારમાં સવાર દંપતી સાથે ડ્રાયવરનું પણ મોત નિપજ્યું છે. પડેલી ટ્રક સાથે કાર ઘુસી જતાં ત્રણનાં મોત નિપજ્યાં છે.

આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કારમાં સવાર થઈને ગામડે જતા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, ટ્રકની પાછળ કાર ઘુસી જતા ડ્રાઇવર સહિત પતિ-પત્નીનું કરુણ મોત… ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*