વાવાઝોડું બનશે વિકરાળ! વાવાઝોડાને લઈને IMDએ આપ્યું હાઇએલર્ટ, NDRFના 150 જવાનો તૈનાત…

Published on: 2:40 pm, Mon, 21 March 22

વાવાઝોડું આસની ના કારણે રવિવારના રોજ અંદમાન-નિકોબાર ટાપુમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાના પ્રથમ ચક્રવાતી ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ સહિતના વિસ્તારોમાં જહાજ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટેની સુચનાઓ આપી દેવામાં આવી છે. અંતર-દીપ જહાજ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને લઈને IMDએ હાઈ એલર્ટ જારી કરી દીધું છે. ઉપરાંત 150 NDRFના જવાનોને ટાપુના વિવિધ વિભાગોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરીએ જણાવ્યું કે, હું સૌને અપીલ કરું છું કે ગભરાશો નહીં. કારણ કે વહીવટીતંત્ર સુરક્ષાના તમામ પગલાં લઈ રહી છે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે, પોર્ટ બ્લેરની આ સાથે ઉત્તર, મધ્ય અને દક્ષિણ અંદમાન જિલ્લામાં ભારે વરસાદ સાથે જબરદસ્ત પવન ફૂંકાઇ રહ્યો છે.

આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. IMDનું કહેવું છે કે, દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી નજીકના દક્ષિણ અંતમાં સમુદ્ર પરનું દબાણ આજે ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે નિકોબાર દ્વીપસમૂહથી લગભગ 110 કિલોમીટર ઉત્તરે અને ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રિત હતું.

મળતી માહિતી અનુસાર બીજા દિવસે ભારતીય સમય અનુસાર 5.30 વાગ્યાની આસપાસ લઘુત્તમ દબાણનું ક્ષેત્ર એક જ ચક્રવતી તુફાન ફેરવાઈ જશે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવતી તુફાન બાંગ્લાદેશ અને મ્યાનમાર દરિયાકાંઠા તરફ આગળ વધશે. આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકમાં વધુ તીવ્રતા લઘુત્તમ દબાણવાળા વિસ્તારોમાં બદલાવાની શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાવાઝોડું બનશે વિકરાળ! વાવાઝોડાને લઈને IMDએ આપ્યું હાઇએલર્ટ, NDRFના 150 જવાનો તૈનાત…"

Leave a comment

Your email address will not be published.


*