ગૃહિણીઓ માટે સારા સમાચાર : પામોલીન તેલના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો – જાણો નવા ભાવ…

Published on: 2:57 pm, Mon, 21 March 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. એક તરફ સામાન્ય જનતાની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ વધી રહ્યા છે. ખાદ્યતેલના ભાવની વાત કરીએ તો છેલ્લા થોડાક સમયથી ખાદ્યતેલના ભાવ વધી રહ્યા હતા.

પરંતુ હાલમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. પામોલીન તેલના ભાવ 32 રૂપિયાનો ઘટાડો થયો છે. ભાવમાં ઘટાડો થતાં જ પામોલીન તેલનો ભાવ 24 રૂપિયાની અંદર આવી ગયો છે. મલેશિયામાં ઉત્પાદન વધી રહ્યું છે. આ ઉપરાંત 35 લાખ ટન નિકાસ પરમિટ ઇસ્યુ કરતાં જ ભાવમાં દબાણ આવ્યું છે.

રાજકોટની વાત કરે તો રાજકોટમાં પામોલીન તેલ ના ડબ્બા ના ભાવ 30 રૂપિયાનો ઘટાડો થયો છે. ભાવ ઘટાડા સાથે જ પામોલીન તેલ 2380 થી 2395 રૂપિયા પહોંચી ગયું છે. જ્યારે એક તરફ પામોલીન તેલના ભાવમાં ઘટાડો થયો છે.

ત્યારે થોડાક દિવસ પહેલા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ માં 60 થી 70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા હતા. કારણકે સીંગતેલ અને કપાસિયા તેલ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.

પામોલીન તેલના ભાવ 32 રૂપિયાનો ઘટાડો થયો છે. પરંતુ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો થયો નથી. હજુ આગામી દિવસોમાં તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગૃહિણીઓ માટે સારા સમાચાર : પામોલીન તેલના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો – જાણો નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*