હિટ એન્ડ રન : અજાણ્યા વાહને રોડ ક્રોસ કરી રહેલા પોલીસ જવાનને લગાવી જબરદસ્ત ટક્કર, પોલીસ જવાનનું કારણ મૃત્યુ…

Published on: 5:29 pm, Fri, 1 July 22

મિત્રો છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. કેટલાક વાહન ચાલકો બેફામ રીતે વાહનો ચલાવતા હોય છે, આ વાહન ચાલકોની બેદરકારીના કારણે કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે. ઘણી અકસ્માતની ઘટનાઓમાં એક જણાની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવારની ખુશી છીનવાઈ જતી હોય છે.

ત્યારે હાલમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પોલીસ પોલીસકર્મીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના દાહોદ જિલ્લાના પંચેલ ગામમાં બની હતી. પોલીસકર્મીના મૃત્યુના કારણે તેમના પરિવાર અને પોલીસ સ્ટેશનમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આ હીટ એન્ડ રનની ઘટનામાં જેસાવડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા પોલીસ જવાનનું નામ જીગ્નેશ બારીયા હતો. જ્યારે પોલીસ જવાન જીગ્નેશભાઈ પંચેલા ગામે રોડ ક્રોસ કરી રહ્યા હતા આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેમને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે જીગ્નેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જીગ્નેશ ભાઈને ટક્કર લગાવ્યા બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીગ્નેશ ભાઈના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. બીજી બાજુ પોલીસ બોર્ડમાં પણ શોખની લાગણી જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો