પત્ની બ્રશ કર્યા વગર પતિને કિસ કરવાથી અટકાવતી હતી, આ વાત પર ગુસ્સો આવતા પતિએ પત્નીની કરી નાખી એવી હાલત કે – જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…

Published on: 5:59 pm, Fri, 1 July 22

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. એક પતિએ નાનકડી એવી વાતમાં પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો.

આ ઘટના કેરળના પલક્કડ જિલ્લામાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સવારે અવિનાશ નામના વ્યક્તિને તેની પત્ની દીપિકાએ દોઢ વર્ષના બાળકને બ્રશ કર્યા વિના કિસ કરતા અટકાવ્યો હતો. આ બાબતે બંનેની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.

ઝઘડો એટલો વધી ગયો કે, અવિનાશે ગુસ્સામાં આવીને ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની દીપિકા પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં દીપિકાના માથાના અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દીપિકાની ચીસો સાંભળીને આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ તેઓ દીપિકાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન દીપિકાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે દીપિકાના મૃત દેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપી પતિ અવિનાશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથેથી છે. બ્રશ કર્યા વગર બાળકને ક્રિસ કિસ કરતા અટકાવતા અવિનાશે પોતાની પત્ની દીપિકાનો જીવ લઈ લીધો હતો.

અવિનાશ બે મહિના પહેલા તેના પરિવાર સાથે કારાકુરીસીમાં રહેવા આવ્યો હતો. અવિનાશે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. તેને બીજી વખત દીપિકા સાથે લગ્ન કર્યા હતા. અવિનાશ એરફોર્સ સિવિલ કોન્ટ્રાક્ટિંગ કંપનીમાં આસિસ્ટન્ટ સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો