અરે અરે માંડ માંડ બચ્યો..! રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા યુવક સાથે કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 6:43 pm, Fri, 5 May 23

સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખતે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણા રુવાડા ઊભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં શ્વાસ અધ્ધર કરી દે તેઓ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં રસ્તા પર શાંતિથી ચાલીને જતા એક યુવક સાથે કંઈક એવી ઘટના બની કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તમે ઘણી વખત એવી ઘટનાઓ જોઈ હશે જેમાં બીજાની ભૂલના કારણે માસુમ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ ઘટનામાં એક યુવક સાથે કંઈક એવું જ બનવાનું હતું પરંતુ અંતિમ સમયે યુવકનો માંડ માંડ જીવ બચ્યો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ બેગ પહેરીને શાંતિથી રસ્તા પર ચાલીને જતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન સામેથી આવતો અન્ય એક યુવક અચાનક જ તે વ્યક્તિને રોડ પરથી પસાર થતા ટ્રકની સામે ધક્કો લગાવી દે છે. આ દ્રશ્યો જોઈને ટ્રક ચાલક તાત્કાલિક બ્રેક લગાવી દે છે.

આ કારણોસર યુવક ટ્રકના આગળના ટાયર પાસે જઈને પડ્યો હતો. ટ્રક ચાલકે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી આ કારણોસર યુવકને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નહીં. સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને ધક્કો લગાવનાર યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે.

યુવકે કયા કારણોસર શાંતિથી ચાલીને જતા યુવકને ધક્કો લગાવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર CCTV IDIOTS નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં બે મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો