દેશભરમાં છેલ્લા ઘણા સમયથી જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. તમે ઘણી એવી ઘટના સાંભળી હશે જેમાં નાની નાની વાતમાં ઘણા લોકો સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલું તેવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ સાવ નાની એવી વાતમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.
દીકરીનું મૃતદેહ ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મૃત્યુ પામેલી દીકરીનું નામ કુર્મી રોબિન હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી. દીકરીએ આ વર્ષે ધોરણ નવ પાસ કરીને ધોરણ 10 માં પ્રવેશ મેળવ્યો હતો. તે અભ્યાસમાં પણ ખૂબ જ સારી હતી અને તે મહેનત પણ ખૂબ જ કરતી હતી.
મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ દીકરી ઘરે હતી. ત્યારે તેની માતાએ તેને કહ્યું કે તું ફોન ઓછો વાપર. થોડુંક કામ કર. માતાએ દીકરીને વારંવાર સમજાવી પરંતુ તે માતાની વાત સાંભળવા તૈયાર જ ન હતી અને તે ફોનમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
જેને લઈને માતાએ દીકરીને ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાના કારણે દીકરી ખૂબ જ નારાજ થઈ ગઈ અને ચૂપચાપ થઈ ગઈ હતી. તે જ દિવસે સાંજના સમયે પરિવારના સભ્યો ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન દીકરી ઘરે એકલી હતી, ત્યારે તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. પરિવારના સભ્યો જ્યારે બહારથી ઘરે ફરજ ફરિયા ત્યારે તેમને દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.
દીકરીનું લટકતો મૃતદેહ જોઇને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પછી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લામાં ગુરૂવારના રોજ બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો