હૃદય દ્રાવક ઘટના…! એક ઘરમાંથી છ લોકોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા, મૃતકોમાં એક મહિલા અને તેના ત્રણ બાળકોનો સમાવેશ…

Published on: 1:09 pm, Wed, 17 August 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઘરમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર ઘરની અંદરથી છ લોકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના જમ્મુના સિધરામાં બની હતી. મૃતકોમાં એક મહિલા, તેની બે દીકરીઓ, એક દીકરો અને બે સંબંધીઓનો સમાવેશ થાય છે.

આ તમામ લોકોને મૃત્યુ કેવી રીતે થયા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મૃતદેહ મળ્યા છે જેમાંથી મૃત્યુ પામેલી મહિલાની ઓળખ શકીના બેગમ તરીકે થઈ છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે તમામ મૃતદેહોનો કબજો લઈને સરકારી મેડિકલ કોલેજમાં મોકલી આપ્યા છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધીમાં કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી. પોલીસે માત્ર એટલું જ કહ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. આ છ લોકોના મૃત્યુ કઈ રીતે થયા અને કયા દિવસે થયા તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

પોલીસને ઘરમાંથી છ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં મૃતકોમાં શકીના બેગમ, તેની બે દીકરીઓ નસીમા અખ્તર અને રૂબિના બાનો તથા દીકરો ઝફર સલીમ છે. મહિલાના બે સંબંધીઓ નૂર અલ હબીબ અને સજ્જાદ અહમદ સામેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હૃદય દ્રાવક ઘટના…! એક ઘરમાંથી છ લોકોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા, મૃતકોમાં એક મહિલા અને તેના ત્રણ બાળકોનો સમાવેશ…"

Leave a comment

Your email address will not be published.


*