રાજકોટમાં લગ્નના 1 દિવસ બાદ પત્નીના પ્રેમીએ પતિનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો – લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો…

Published on: 2:26 pm, Wed, 17 August 22

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં રાજકોટના જસદણના નવાગામમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. અહીં લગ્નના એક દિવસ બાદ પત્નીના પ્રેમીએ પતિનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર નવાગામમાં રહેતા કમલેશ મોહનભાઈ ચાવડાએ 15 ઓગસ્ટના રોજ વડિયા ગામની કોમલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

પરંતુ કમલેશને ક્યાં જાણ હતી કે, તેની પત્ની કોમલને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ છે. પ્રેમિકા કોમલના લગ્ન થતાં જ પ્રેમી યશવંત મહેશભાઈ મકવાણા ગત રાત્રે કમલેશના ઘરમાં ઘૂસીને ધારદાર વસ્તુ વડે પાંચ વખત પ્રહાર કરીને કમલેશનો જીવ લઈ લીધો હતો.

આ ઘટનાની જાણ થતા આટકોટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. કમલેશના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું. પરિવારના લોકોએ આરોપી ન ઝડપાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

આ ઘટનાની જાણ થતા જસદણ સિવિલ હોસ્પિટલમાં કમલેશના પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. મૃતક કમલેશના કોમલ સાથે બીજા લગ્ન હતા. પેલી પત્નીએ કમલેશને છુટાછેડા આપ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને કમલેશના ભાઈ વિનોદે આટકોટ પોલીસ સ્ટેશનમાં આરોપી યશવંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આથી પોલીસે યશવંતના વિરુદ્ધમાં IPC કલમ 302, 447 અને એટ્રોસિટી કલમ 3(2)(5) તથા જીપી કલમ 135 મુજબ ગુનો દાખલ કરીને આરોપી યશવંતની શોધખોળ શરૂ કરી છે.  મળતી માહિતી અનુસાર કોમલ અને તેના ગામના યશવંત બંને પ્રેમ સંબંધમાં હતા. આથી કોમલ યશવંત સાથે જતી રહી હતી. પરંતુ થોડાક દિવસ પહેલા કોમલ ફરી માતા અને પિતા પાસે પરત આવી ગઈ હતી.

ત્યારબાદ પરિવારના લોકોએ કોમલ ના લગ્ન 15 ઓગસ્ટના રોજ કમલેશ સાથે કર્યા હતા. લગ્નના બીજા દિવસે જ કોમલનો પ્રેમી યશવંત કમલેશના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાં યશવંત એ ધારદાર વસ્તુ વડે કમલેશ પર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં લગ્નના 1 દિવસ બાદ પત્નીના પ્રેમીએ પતિનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો – લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*