સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. ખેડૂતો કેસર કેરી લઈને અમરેલીના ફ્રુટ માર્કેટમાં વેચવા માટે આવી રહ્યા છે અને અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1,200 થી લઈને 3000 રૂપિયા સુધી બોલાવ્યો છે.
જોકે કેસર કેરીના ભાવમાં 20 કિલોએ 200 રૂપિયાનો હાલમાં ઘટાડો જોવા મળ્યો છે અને અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના ફ્રુટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે અને ગઈકાલે 25 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ હતી
કેસર કેરીની માંગ આવક થતા ની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે અને અમરેલી જિલ્લામાં હાફૂસ કેરીની પણ આવક નોંધાય છે અને હાફૂસ કેરીનો ભાવ 2,000 થી 3200 નોંધાયો છે. સરેરાશ ભાવ 2800 ની આજુબાજુ છે
અને હાફૂસ કેરીનું પણ ગઈકાલે 15 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.આપને માહિતી આપી દઈએ કે સૌરાષ્ટ્રના અમરેલીમાં સાત હજાર હેક્ટર વિસ્તારમાં આંબાનું વાવેતર કરવામાં આવે છે અને અહીં મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર
કરીને ગુજરાત બહાર રાજ્યમાં મોકલવામાં આવે છે અને અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે જેથી મોટાભાગના ખેડૂતો કેસર કેરીનું વેચાણ કરીને લાખો રૂપિયાની આવક મેળવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment