દેશમાં શું આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો? જાણો આજનો ભાવ.

Published on: 11:04 am, Wed, 30 June 21

દેશને કોરોનાની મહામારી વચ્ચે સરકારી તેલ કંપનીઓ દ્વારા આજરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન થતાં એક દિવસ માટે જનતાને રાહત મળશે. દેશમાં છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

.દેશને કોરોનાની મહામારી વચ્ચે સરકારી તેલ કંપનીઓ દ્વારા આજરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન થતાં એક દિવસ માટે જનતાને રાહત મળશે.

દેશમાં છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105 રૂપિયા થયો છે.

ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 95.66 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 96.03 રૂપિયા છે. દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળ્યો હતો.

અત્યાર સુધીમાં 32 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી બાદ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 8.41 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 8.45 રૂપિયાનો વધારો થયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજનો પેટ્રોલનો ભાવ 98.81 રૂપિયા છે. ડીઝલનો પ્રતિ લીટર ભાવ 89.91 રૂપિયા છે. મુંબઈમાં જે પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.90 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.72 રૂપિયા છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 99.82 રૂપિયા અને ડીઝલ નો ભાવ 93.74 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!