ગુજરાતમાં વરસાદને લઈને કરી હવામાન વિભાગે આગાહી, આ વિસ્તારોમાં…

Published on: 9:54 am, Wed, 30 June 21

ગુજરાતમાં વરસાદને લઈને આવે મહત્વના સમાચાર આગામી થોડાક દિવસ ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં વરસાદની આગાહી ઓછી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.

સુરત, વલસાડ, નવસારી, તાપી વગેરે વિસ્તારોમાં વરસાદની આગાહી મુજબ હળવો વરસાદ પડશે. ઉપરાંત દરિયાકિનારાના વિસ્તાર આજથી માછીમારોને દરિયો ન ખેડવાની ના પાડી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં 8 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં વરસાદની આગાહી ઓછી થતા અમુક જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ઊભું થયું છે અને એના કારણે લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડે છે.

અમદાવાદ વાસી માટે માઠા સમાચાર છે કારણ કે આગામી 4 જુલાઇ સુધી શહેરમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 5.23 ઈચ વરસાદ નોંધાયો છે.

ઉપરાંત અમદાવાદમાં ગરમીનું પ્રમાણ 4 જુલાઈ સુધી વધશે. આજે રાજ્યમાં નવસારી, વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, દાદરા નગર હવેલી, દમણ, દીવ વગેરે વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે.

રાજ્યમાં 28 જૂન સુધી 4.86 ઈચ વરસાદ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં 14.32% વરસાદ પડી ચૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં વરસાદને લઈને કરી હવામાન વિભાગે આગાહી, આ વિસ્તારોમાં…"

Leave a comment

Your email address will not be published.


*