સલામ છે રાજકોટના આ અંધ પતિ-પત્નીને! આંખે દેખાતું ન હોવા છતાં પણ મહેનત કરીને મુશ્કેલીમાં દિવસો પસાર કરે છે…

Published on: 7:36 pm, Fri, 27 May 22

આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે અને આ દુનિયામાં જે પણ લોકો જન્મ લે છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. ત્યારે વધતી જતી મોંઘવારીમાં લોકો મહેનત કરે એટલી ઓછી પડે છે. જીવન જીવવા માટે લોકોને દિવસ-રાત મહેનત કરવી પડે છે. ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે.

જેમાં લોકો પોતાનો જીવન જીવવા માટે ઘણી મહેનત કરતા હોય. ત્યારે આજે અમે તમને એક એવા જ દંપતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે તેઓ દિવસ-રાત એક કરીને પોતાનું જીવન જીવી રહ્યા છે એમાં નવાઈની વાત તો એ છે કે આ દંપતી અંધ છે. તેમ છતાં તેમના દિવસો ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર કરી રહ્યા છે.

અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ આ દંપતી અંધ હોવા છતાં તેઓ મુશ્કેલીઓનો સામનો કરીને જીવન ગુજારી રહ્યા છે. આ દંપતી વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો એ વ્યક્તિનું નામ જયવંત છે અને તેની પત્નીનું નામ મનિષાબેન છે. આ દંપતી રાજકોટ નો રહેવાસી છે.

ત્યારે વાત કરીએ તો જ્યારે આ દંપતી અંધ હોવા છતાં તેઓ તેમના દિવસો મોટી મુશ્કેલીઓમાંથી પસાર થતાં આવ્યાં છે‌. આજે પણ તેઓ સંઘર્ષ કરી રહ્યા છે અને ક્યારેક તો તેમને દેખાતું નથી એટલે ઘણી વખત બાઇક કે કાર સાથે અથડાઈ પણ જાય છે.

ત્યારે આવા ખરાબ દિવસો નો સામનો કરી રહ્યા છે અને હિંમત હારતા નથી. અંધ દંપતી પોતાનું ગુજરાન ચલાવવા માટે એ અંધ વ્યક્તિ પહેલા વજન કાંટો લઈને બેસતા હતા અને જે કોઈ લોકો વજન કરીને જાય અને પૈસા આપતા હતા, ત્યારે આ દંપતી કંઈ ખાઈ શકતા હતા.

એટલું જ નહીં પરંતુ આ દંપતી જન્મથી જ અંધ છે અને તેમાંથી જ તેઓ તેમને જીવન પસાર કરી રહ્યા છે. તેમણે ક્યારેક તો માત્ર પાણી પીને પણ દિવસો પસાર કર્યા છે. ધીમે ધીમે આ જયંતભાઈએ અગરબત્તી નું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું એટલું જ નહિ પણ તેમણે પોતાના જીવનમાં એક નિયમ લીધો હતો.

તેઓ બંને પોતાની મહેનતનું જ અને કોઈપણ રીતે તેઓ મહેનત કરીને જે પૈસા આવશે તેમાંથી તેમનું ગુજરાન ચલાવે છે. આમ તેઓ તેમના જીવનમાં ઘણા એવા દિવસો જોયા છે કે ભૂખ્યા પણ સૂઈ જવું પડ્યું હતું. તો આવા ગરીબ લોકોની મદદ કરવા માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો- 7600 900 300

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સલામ છે રાજકોટના આ અંધ પતિ-પત્નીને! આંખે દેખાતું ન હોવા છતાં પણ મહેનત કરીને મુશ્કેલીમાં દિવસો પસાર કરે છે…"

Leave a comment

Your email address will not be published.


*