2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર,આ દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં

Published on: 3:31 pm, Tue, 7 December 21

વિધાનસભા 2022 પહેલાં ગુજરાત કોંગ્રેસ તૂટી છે. કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ સાંસદ સાગર રાયકાએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે અને કેસરિયો ધારણ કર્યો છે. તેઓ આજે દિલ્હીમાં ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ની હાજરીમાં

કોંગ્રેસના કદાવર નેતા સાગર કલ્યાણભાઈ રાયકા ભાજપમાં જોડાયા છે.ભાજપ નેતાએ કહ્યું કે, આજે મોટો ચહેરો ભાજપમાં જોડાયો છે અને આજે સાગર રાયકા ભાજપમાં આવ્યા છે.તેમને પાર્ટીનું સભ્યપદ લીધું છે. તેમનું સ્વાગત કરીએ છીએ અને ભાજપમાં જોડાતા પહેલાં તેમણે વાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાત વર્ષ અને તેના પહેલા 14 વર્ષ ગરીબો માટે કામ કર્યું છે. ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે અને દેશમાં ગુજરાત પહેલો પ્રદેશ હતો જ્યાં ગરીબ કલ્યાણ મેળા લાગતા હતા. મોદીના નેતૃત્વને વ્યક્તિત્વ અને કાર્યોને જોઈને ભાજપમાં જોડાયા છે.

સાગર રાયકા ભાજપમાં જોડાવાની મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે અમારા માટે કમનસીબ ઘટના છે.કોંગ્રેસ જયારે પણ ઊંચી આવે ત્યારે ભાજપ કાવતરા કરે છે. કોંગ્રેસના તપતા સમયમાં સાગરભાઇ ને બધું જ આપ્યું છે અને ખૂબ જ માન સન્માન પણ આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!