થોડાક દિવસ બાદ આ વીર જવાનની થવાની હતી સગાઈ પરંતુ દેશની સેવા કરતા કરતા થયા શહીદ,શહાદત ના સમાચાર મળતાની સાથે જ આખો પરિવાર…

Published on: 3:19 pm, Tue, 7 December 21

આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વીર જવાનો આપણા દેશની સેવા માટે તેઓ ચોવીસે કલાક અડગ રહેતા હોય છે.તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં દેશની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે. કેટલીક વખત આવી જવાનો દેશની સેવા કરતા કરતા દુશ્મનની સામે લડતા લડતા શહિદ થઈ જતા હોય છે.

તેનું દુઃખ આખા દેશને થતું હોય છે. થોડાક સમય પહેલા મા ભોમની રક્ષા કરતા કરતા આપણા દેશના વધુ એક વીર જવાન શહીદ થયા હતા.હાલમાં જે જવાન શહીદ થયા તેમનું નામ અનુજ કુમાર સિંહ છે. તેઓ બિહારના ભાગલપુર બાંકાના શંભુગંજ બ્લોક હેઠળ ના બંસીપુર ના છે.

આ જવાન ને ત્રણ ભાઈઓ છે ને બધા જ દેશની સેવા કરે છે. તેમના પિતાજીનું નામ પ્રેમચંદજી છે અને આ જવાન છેલ્લા પાંચ વર્ષથી દેશની સેવા કરે છે.થોડા સમય પછી આ જવાન કન્યા જોવા માટે આવવાના હતા અને તેની પહેલા જવાન શહીદ થઈ ગયા.

આખો પરિવાર દીકરાના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા અને તેઓ ઘરે આવે તેની પહેલા તેઓ શહીદ થઈ ગયા.જ્યારે તેમના શહાદત ના સમાચાર પરિવારને મળ્યા તો આખો પરિવાર ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. આ જવાની અંતિમ યાત્રામાં હજારો લોકો ની ભીડ એકત્ર થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!