લીમડી-અમદાવાદ હાઈવે પર એમ્બ્યુલન્સને ટ્રક ચાલક ઓવરટેક કરવા જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ…

ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અકસ્માત ઝોનમાં આવતા લીમડી-અમદાવાદ હાઈવે પરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હાઇવે પર જન શાળા નજીક સરકારી એમ્બ્યુલન્સ નો અકસ્માત થતા દર્દીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર દર્દીને રાજકોટ થી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રકચાલકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે દર્દી રમેશ પ્રેમજીભાઈ ને વધુ સારવાર માટે અમદાવાદ એમ્બ્યુલન્સના મારફતે લઇ જવામાં આવી રહ્યા હતા.

ક્યારે જાનુ શાળા પાસે એક ટ્રક ચાલક કરવાનો પ્રયાસ કરે છે અને અકસ્માત સર્જાય છે. આ સમગ્ર ઘટનાને લઇને એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવી 20 મિનિટ સુધી કોઈપણ મદદ નહીં મળતા ડ્રાઇવર એમ્બ્યુલન્સ માંથી દર્દી અને તેના સગાને બહાર કાઢ્યા હતા.

અકસ્માતના દર્દીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ઓવરટેક કરતી વખતે ડોક્ટર લાગવાના કારણે એમ્બ્યુલન્સ ખાડામાં ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*