અમેરિકામાં નડિયાદના પટેલ યુવાનનો લૂંટના ઇરાદે જીવ લઈ લેવામાં આવ્યું, પુત્રીએ જન્મદિવસના દિવસે જ પિતાને ગુમાવ્યા – જાણો સમગ્ર મામલો

Published on: 4:49 pm, Tue, 7 December 21

ગુજરાતના ખેડા અને આણંદ જિલ્લામાંથી હજારો લાખો લોકો બહારના દેશમાં વસવાટ કરે છે. ત્યારે નડિયાદના વતની અને વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહેતા એક પટેલ યુવાનનો અમેરિકાના કોલંબસમાં જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર બહારના દેશમાં અવારનવાર ગુજરાતીઓ પર પ્રહાર કરવામાં આવે છે અને તેઓનો જીવ લઈ લેવામાં આવે છે. મળતી માહિતી અનુસાર 45 વર્ષીય અમિત પટેલ વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકાના કોલંબસમાં રહેતા હતા.

મળતી માહિતી અનુસાર અમિત કોલંબસ માં એક બેંકમાં નાણાં ડિપોઝિટ કરવા માટે ગયા હતા. જ્યારે અજાણ્યા લોકો દ્વારા તેમના શરીરના ભાગે જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના પર ફાયરિંગ કરીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોનું કહેવું છે કે લૂંટના ઇરાદે આ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર અમિત પટેલ વર્ષોથી પોતાના પરિવાર સાથે અહીં રહેતા હતા. ઉપરાંત તેઓ અહીં ગેસ સ્ટેશનના માલિક હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના આજ રોજ બની હતી. આજરોજ અમિત પટેલ ના ત્રણ વર્ષના પુત્રીનો જન્મદિવસ છે. જન્મદિવસના દિવસે જ પિતાનું મૃત્યુ થતાં પરિવારમાં ભારે શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

ઉપરાંત એક બાળકે જન્મ દિવસના દિવસે જ પોતાના પિતાને ગુમાવ્યા છે. અમિત પટેલ નો જીવ કયા કારણોસર લઈ લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી પરંતુ પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!