લગ્નમાં કાર લઈને જઈ રહેલા દાદા અને પૌત્રને રસ્તામાં નડ્યો અકસ્માત, દાદાનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ…

Published on: 2:49 pm, Mon, 7 February 22

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક કાર અસંતુલિત થઈને રોડની બાજુના ડીવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વૃદ્ધ મૃત્યુ થયું છે.

ઉપરાંત અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સોજાતના રહેવાસી 25 વર્ષીય હેમાંશુ પોતાના દાદાના રામ સાથે કાર લઈને ભીનમાલમાં લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર ત્યારે કિરવા હિમાંશુ ચાલુ ગાડી પોતાની સીટ ફિક્સ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક સ્ટીયરીંગ ફરી જાય છે અને તે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બેસે છે. તેના કારણે કાર રોડની બાજુમાં ડિવાઈડર સાથે જઈને અથડાય છે.

આ અકસ્માતમાં હિમાંશુના દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઉપરાંત હિમાંશુને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા ઉપરાંત એમ્બ્યુલન્સ દ્વારા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તેમાં સારવાર દરમિયાન હિમાંશુના દાદા વેનારામનું મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઉપરાંત આ ઘટનામાં કાર પણ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાં કાર લઈને જઈ રહેલા દાદા અને પૌત્રને રસ્તામાં નડ્યો અકસ્માત, દાદાનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*