રાશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર : નવેમ્બર મહિના સુધી મળી શકે છે રાશન કાર્ડધારકોને આ લાભો…

Published on: 11:48 am, Sun, 25 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકોએ પોતાના ધંધા અને રોજગારી ગુમાવી છે. એવામાં રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. હાલમાં રાશનકાર્ડ ની વાત કરીએ તો અમીર હોય કે ગરીબ તમામ લોકોને રાશન કાર્ડ ની જરૂર છે.

તેનો ઉપયોગ ઓળખપત્ર તરીકે કરવામાં આવે છે અને કોરોનાની મહામારી માં સરકારે દેશની જનતાને ફ્રીમાં આપવાની સુવિધા આપી છે.

આ ઉપરાંત સરકાર દ્વારા દેશની ગરીબ જનતાને આગામી ચાર મહિના એટલે કે નવેમ્બર મહિના સુધી ફ્રી રેશન આપવાની જાહેરાત કરી હતી. આ યોજનાઓ દ્વારા લગભગ આશરે 80 કરોડ લોકોને ફ્રી રેશન આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગરીબોને 5 કિલો રેશનમાં 5 કિલો અનાજ આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત રેશનકાર્ડ ધારકોને મફત અને સસ્તા રેશન સિવાય બીજી ઘણી બધી સુવિધાઓ મળી શકે છે. હવે તમે રાશન કાર્ડનો ઉપયોગ સરનામાના પુરાવા તરીકે અથવા તો ઓળખકાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો.

પછી ભલે તમે બેંકને સંબંધિત કોઈ કામ કરતા હોય અથવા તો ગેસ કનેક્શન લ્યો છો તો હવે પુરાવા તરીકે રેશનકાર્ડ માન્ય ગણાશે. આ ઉપરાંત મતદાર ઓળખકાર્ડ બનાવવા ઉપરાંત જરૂરી દસ્તાવેજો બનાવવા માટે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે જો તમારી આવક 27 હજાર રૂપિયાથી ઓછી હોય તો તમે ગરીબીરેખાની નીચે આવો છો અને તમે રાસન કાર્ડ માટે અરજી કરી શકો છો.

રાશન કાર્ડ ની અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ઓન લાઇન સત્તાવાર રાજ્ય ની વેબસાઈટ પર જવું પડશે.
1. ત્યારબાદ રાશન કાર્ડ માટે ઓનલાઇન અરજી સાથે ની લીંક પર ક્લિક કરો.
2. ઉપરાંત તમારે આરોગ્ય કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી વગેરેને રાશન કાર્ડ મેળવવા માટે આઈડી પ્રૂફ તરીકે આપી શકો છો.
3. રાશન કાર્ડ ની અરજી માટે તમારે 0 થી 55 રૂપિયા સુધી નથી આપવી પડશે. એપ્લિકેશન ભર્યા પછી ફ્રી ભરો અને અરજી સબમિટ કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "રાશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર : નવેમ્બર મહિના સુધી મળી શકે છે રાશન કાર્ડધારકોને આ લાભો…"

Leave a comment

Your email address will not be published.


*